VIDEO: ગાય અને ભેંસનો વીમો ફક્ત 100 રૂપિયામાં ઉતરાવી શકાશે, જાણો શું છે યોજના
દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે. પશુપાલકોને ગાય અને ભ
દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે. પશુપાલકોને ગાય અને ભેંસનો વીમો ઉતરાવવામાં સરકાર વીમા સહાય ચૂકવશે. પશુધન વીમા સહાય યોજના અંતર્ગત ૧૦૦ રૂપિયાથી વધારાનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. ખેડૂતોએ માત્ર 100 રૂપિયા જ ભરવાના રહેશે. બાકીના પૈસા સરકાર ચૂકવશે.
જણાવી દઈએ કે, પશુ વીમા અંતર્ગત ગાય અને ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને 40 હજાર રૂપિયા સુધીની સહાયનો લાભ મળે છે. દક્ષિણ ગુજરાતમાં પશુનો મૃતાંક દર સરેરાશ 7થી 10 ટકા જેટલો છે. જણાવી દઈએ કે, સુરત - તાપીના 6 લાખ પશુ પૈકી માત્ર 30 હજાર પશુનો જ વીમો છે. પશુપાલકોમાં જાગરૂકતા ફેલાય તે હેતુથી પશુ વિમા સહાય ચૂકવવામાં આવશે.




