મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વાઘોડિયાના સરણેજ ગામ પાસે યુગલે કેનાલમાં ઝંપલાવ્યું, ફાયર બ્રિગેડે બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા

વડોદરાના વાઘોડિયાના સરણેજ ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુગલે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ છે.

વડોદરાના વાઘોડિયાના સરણેજ ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુગલે ઝંપલાવી મોતને વ્હાલુ કર્યુ છે. 25થી 30 વર્ષના યુવક-યુવતીએ એકબીજાને ઓઢણીથી બાંધી દઈને કેનાલમાં ઝંપલાવ્યું હતુ. કેનાલમાં યુવક-યુવતીઓ સ્થાનિકોએ મૃતદેહ જોતા જરોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ફાયરના જવાનોની મદદથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો