VIDEO: રાજકોટમાં દંપતીએ 10.45 કરોડનું આચર્યું કૌભાંડ, 20 ટકા વળતરની લાલચ આપીને લોકોને ઠગ્યા

ગુજરાતના રાજકોટમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં 10.45 કરોડ રૂપિયાની

ગુજરાતના રાજકોટમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં  રાજકોટમાં 10.45 કરોડ રૂપિયાની રોકાણ છેતરપિંડીનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આર્થિક ગુના નિવારણ શાખા પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા રોહિત કંકણીયા અને પ્રફુલા કંકણીયા નામના દંપતીની ધરપકડ કરી છે. યુનિવર્સલ નામની બનાવટી પેઢી બનાવી હતી. 

દંપતીએ કરોડોની છેતરપિંડી આચરી

બનાવટી પેઢી બનાવીને રોકાણકારોને 20 ટકાના ઉચ્ચ વળતરની લાલચ આપીને આ દંપતીએ કરોડોની છેતરપિંડી આચરી હતી. આ દંપતીએ રોકાણકારોને 20 ટકાના ઉચ્ચ વળતરનું વચન આપી, દુબઈમાં રોકાણની યોજનાઓ રજૂ કરી હતી.

જાહેરાત

અનેક રોકાણકારોએ રૂપિયા રોક્યા

નિકુંજ વોરા સહિત અનેક રોકાણકારો આ લાલચમાં ફસાયા અને મોટી રકમનું રોકાણ કર્યું. જોકે, વળતરની વાત તો દૂર, રોકાણકારોની મૂડી પણ પરત ન મળી, જેના કારણે આ કૌભાંડ બહાર આવ્યું. EOW પોલીસે આ કેસમાં રોહિત કંકણીયાના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે અને હવે વધુ  તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત