VIDEO: અમદાવાદમાં બે સ્થળોએ હાથ ધરાશે મતગણતરી, ચૂંટણીના પરિણામને લઈ રાજકીય નેતાઓમાં ઉચાટ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું 45.59 ટકા મતદાન થયું અને હવે આવતીકાલે પરિણામ જાહેર થશે. સવાર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનું 45.59 ટકા મતદાન થયું અને હવે આવતીકાલે પરિણામ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સ્ટ્રોંગ રૂમ ખુલવા સાથે ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થતો જશે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં થવાની છે.
ગુજરાત કોલેજમાં 21 વોર્ડ જ્યારે એલડી કોલેજમાં 27 વોર્ડની મતગણતરી થશે. કુલ 190 બેઠકના પરિણામ લગભગ બપોર સુધીમાં જાહેર થઈ જશે. મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. આ સાથે રાજકીય નેતાઓમાં પણ પરિણામને લઈ ઉચાટ જોવા મળી રહ્યો છે.


