VIDEO: કપાસ ક્રાંતિ યોજના મૂર્ખામીભર્યો પરિપત્ર, કિસાન કોંગ્રેસ પ્રહારો સાથે મેદાને
કપાસ ક્રાંતિ યોજનાને લઈને કિશાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર

કપાસ ક્રાંતિ યોજનાને લઈને કિશાન કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કિશાન કોંગ્રેસે આ યોજનાને મૂર્ખામીભર્યો પરિપત્ર ગણાવી વિરોધ નોંધાવ્યો છે. સંગઠનનો આક્ષેપ છે કે કપાસનું 80 ટકા વાવેતર પૂર્ણ થયા બાદ યોજના જાહેર કરવામાં આવી છે. પરિપત્રમાં બિયારણ આપવામાં આવશે કે રોકડ સહાય, તેની સ્પષ્ટતા ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. કિશાન કોંગ્રેસના જણાવ્યા મુજબ, ત્રણ ફૂટ કે તેથી ઓછા અંતરે વાવેતર કરનારા ખેડૂતોને લાભ આપવાની જોગવાઈ વ્યવહારુ નથી. ઉપરાંત અન્ય યોજનાઓના લાભ હજુ ખેડૂતો સુધી પહોંચ્યા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.




