મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠા જીલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદ, મગફળી, કપાસના પાકને ફાયદો થશે

સાબરકાંઠા જિલ્લામાં અંતે વરસાદે મહેરબાની દાખવી છે. જિલ્લાના ગ્રામ

સાબરકાંઠા જિલ્લામાં અંતે વરસાદે મહેરબાની દાખવી છે. જિલ્લાના ગ્રામ્ય પંથક અને શહેરી વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. હિંમતનગર, ઇડર અને વિજયનગર પંથકમાં વરસાદના અમી છાંટણા પડ્યા છે. ઇડરના મૂડેટી, ઢીંચણીયા, સૂર્યનગર કંપા, ઈશ્વરપુરા, પાંચ ગામડા, તખતગઢ કંપા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વિજયનગરના ભોખરા, ઝેરવદરી, કણાદર, ખેરવાડા અને હિંમતનગર, ગાંભોઈ, રાયગઢ, ગઢોડા, હિંમતપુર વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. ચોમાસુ પાકની વાવણી વચ્ચે મગફળી, કપાસ અને શાકભાજીના પાકને આ વરસાદ ફાયદાકારક સાબિત થશે.

આ સમાચાર શેર કરો