મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: છોટાઉદેપુર જીલ્લાના વઢવાણ તળાવમાં પાણી પહોંચાડતી કેનાલ વર્ષોથી કાચી, અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી નહી

છોટાઉદેપુર જિલ્લાના બોડે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં જોજવા આડબંધમાંથી નીકળતી કેનાલ વર્ષોથી કાચી છે 10 કિલોમીટર કેનાલ ખેડૂતો ના ખેતર પાસેથી પસાર થઈને વઢવાણ સિંચાઈ તળાવમાં પાણી પહોંચાડે છે. કેનાલ પાકી બનાવવા માટે વડોદરા સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.  

આઝાદીના આટલા વર્ષો બાદ પણ કેનાલ પાકી બનાવવામાં આવી નથી

જોજવા આડબંધની કામગીરી સંભાળતી સિંચાઈ વિભાગની કચેરી આજે 12 વર્ષ વીતી જવા છતાંય વડોદરા ખાતે ચાલી રહી છે ત્યારે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ કેનાલને પાકી બનાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો નથી જ્યારે વડોદરા ખાતે કચેરી ચાલતી હોવાથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતોને રજૂઆત કરવા માટે વડોદરા ખાતે જવું પડે તેવી સ્થિતિ છે. ખેડૂતો વડોદરા જવા માટેનો ખર્ચ અને સમય જતો હોવાથી રજૂઆત કરવા માટે જતા નથી. વડોદરા ખાતેથી સિંચાઈ વિભાગની કચેરીના અધિકારીઓ વહીવટ સંભાળતા હોવાથી તેઓના આવવા જવાનો ખર્ચ પણ વધે છે એવામાં સરકારે આ બાબતે વિચાર કરીને ખેડૂતોના હિત માટે આ કેનાલનો વહીવટ વડોદરાથી ખસેડીને બોડેલી સિંચાઈ વિભાગ 2 નંબરની કચેરીને આપવો જોઈએ. 

આ સમાચાર શેર કરો