મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધના ભ્રષ્ટાચારના આરોપો લોકસભા તપાસ પેનલમાં સાબિત થયા

લોકસભા દ્વારા રચાયેલી તપાસ પેનલે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસ

તસવીર: gstv

લોકસભા દ્વારા રચાયેલી તપાસ પેનલે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બિનહિસાબી રોકડ રકમ મળી આવવાના કથિત મામલામાં તેમના વિરુદ્ધ ગંભીર આરોપ સાબિત થયા હોવાનું શોધી કાઢ્યું છે. પેનલના જણાવ્યા અનુસાર, જસ્ટિસ વર્મા દ્વારા આપવામાં આવેલો ખુલાસો અસંતોષકારક હતો અને તેઓ નિવાસસ્થાનના સ્ટોરરૂમમાં મળી આવેલી રોકડ અંગે સંતોષકારક સ્પષ્ટતા આપવામાં નિષ્ફળ રહ્યા હતા. આ મામલે તપાસ સમિતિનો વિસ્તૃત અહેવાલ સંસદના બંને ગૃહોમાં રાજ્યસભા અને લોકસભાના સેક્રેટરી જનરલ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અગાઉ ત્રણ સભ્યોની આ પેનલે મે મહિનામાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને પોતાના તારણો સુપરત કર્યા હતા.

આ સમાચાર શેર કરો