મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સહકારી રાજકારણમાં ગરમાવો: સાયણ સુગર મિલની ચૂંટણી

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાયણ સુગર મિલની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિલના કુલ

તસવીર: gstv

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાયણ સુગર મિલની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મિલના કુલ ૧૮ ઝોન માટે ઓલપાડ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો ફોર્મ ભરવા ભારે દોડધામ કરી રહ્યા છે.પૂર્વ ચેરમેન કેતન પટેલ અને પૂર્વ ડિરેક્ટર દર્શન નાયક સહિતના અગ્રણીઓએ સમર્થકો સાથે પહોંચી ઉમેદવારી નોંધાવી છે. આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આગામી ૯ ઓગસ્ટે મતદાન યોજાશે અને ૧૧ ઓગસ્ટે મતગણતરી બાદ પરિણામ જાહેર થશે. આ ચૂંટણીને કારણે દક્ષિણ ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર શેર કરો