મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે મનપાના એક્શન પ્લાનને લઈ વિવાદ, VIP રૂટ પર જ પાણીનો છંટકાવ કરાતા સ્થાનિકોમાં રોષ

વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે મહાનગરપાલિકાના VIP એક્શન પ્લાનને લઈને

તસવીર: gstv

વડોદરા શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે મહાનગરપાલિકાના VIP એક્શન પ્લાનને લઈને વિવાદ ઉભો થયો છે. શહેરમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવા માહોલમાં તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયને લઈને જનતામાં રોષ જોવા મળી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 11 તારીખે સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને હરણી અને આસપાસના VIP રૂટ પર મિસ્ટ કેનન મશીનથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. રસ્તા અને વૃક્ષોને ઠંડક આપીને કૃત્રિમ રાહત ઊભી કરવામાં આવી રહી છે. જોકે આ સેવા માત્ર VIP રૂટ પૂરતી મર્યાદિત રાખવામાં આવતા અન્ય વિસ્તારોના નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. 

આ સમાચાર શેર કરો