VIDEO: ચૂંટણી કમિશનર મુદ્દે વિવાદ પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, આવતા અઠવાડિયે હાથ ધરાશે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયોને લઈને ઊભા થયેલા વિવાદનો મામલો હવે&

મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયોને લઈને ઊભા થયેલા વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ આ કેસમાં દાખલ કરવામાં આવેલી નવી અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરવા સહમતિ દર્શાવી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા વાળી બેંચ સમક્ષ સીનિયર વકીલ વિકાસ સિંહે આ મુદ્દો ઉઠાવ્યો હતો. અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર દ્વારા અન્ય કમિશનરોની સંમતિ વગર એકતરફી નિર્ણયો લેવા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વકીલે દલીલ કરી હતી કે ચૂંટણી પંચ એક બહુ-સદસ્યીય સંસ્થા હોવાથી તેના નિર્ણયો સર્વસંમતિ અથવા બહુમતીથી જ લેવાવા જોઈએ. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન અંગે લેવાયેલા નિર્ણય પર પણ સવાલો ઊભા કરાયા છે.




