મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાભર એપીએમસી ચૂંટણીના આજે જાહેર થશે પરિણામ

ભાભર એપીએમસીની ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે..સોમવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. અને આજે સ

તસવીર: gstv

ભાભર એપીએમસીની ચૂંટણીના પરિણામ આજે જાહેર થશે..સોમવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. અને આજે સવારે 9 વાગ્યાથી માર્કેટ યાર્ડની નવી બિલ્ડિંગ ખાતે મતગણતરીનો પ્રારંભ  થયો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 14 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, અને આજે મતગણતરી પૂર્ણ થયા બાદ આ તમામ ઉમેદવારોના રાજકીય ભાવિનો ફેંસલો થશે. ચૂંટણીના પરિણાને જોતા મતગણતરી સ્થળ બહાર ઉમેદવારોના સમર્થકોની ભારે ચહેલપહેલ અને ઉત્સુકતા જોવા મળી રહી છે, ત્યારે હાલ સૌની નજર પરિણામો પર મંડાઈ છે કે કયા ઉમેદવારના શિરે વિજયનો તાજ આવશે.

આ સમાચાર શેર કરો