મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોડાસામાં મતદારોને મતદાન કરતા રોકવામાં આવતા વિવાદ, પોલીસ સાથે ઘર્ષણ

રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કે.એન

રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં મતદાન યોજાઇ રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં કે.એન. શાહ સ્કૂલના 181 મતદાન બુથ પર વિવાદ થયો હતો. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાના આક્ષેપ બાદ મતદારો રોષે ભરાયા હતા. આ સાથે જ કમળના નિશાનવાળા બેન્ચ સાથે શખ્સો બુથમાં ફરતા હોવાના પણ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. જ્યારે એક શખ્સ મતદારોને મતદાન કરતા રોકવા મામલે વિવાદ વધ્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

આ સમાચાર શેર કરો