મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: તાવ આવ્યો હોવાનું કહી દર્દીનું ઓપરેશન કરી નાખ્યું, કોંગ્રેસે કર્યો જબરો કાંડ!

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ પાયલ હોસ્પિટલ CC

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજકોટ પાયલ હોસ્પિટલ CCTV કાંડ, ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઇને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેશન્ટને તાવ આવ્યો છે કહી બાયપાસ કરી નાખ્યુ હતું.

કોંગ્રેસે ગુજરાતમાં વિવિધ કાંડને લઇને CBI તપાસની કરી માંગ

ગુજરાત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસે સરકારની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, તુષાર ચૌધરી અને જિગ્નેશ મેવાણી ડૉક્ટર બન્યા હતા જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા હતા.આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને ખ્યાતિકાંડ, પાયલ હોસ્પિટલ CCTV કાંડને લઇને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે ખ્યાતિ હોસ્પિટલ કાંડ અને અન્ય હોસ્પિટલમાં થઇ રહેલા કૌભાંડના મુદ્દા પર વિધાનસભા પરિસરમાં નાટ્ય સ્વરૂપમાં વિરોધ કરી CBI તપાસની માંગ કરી હતી.

ગુજરાતમાં ભ્રષ્ટાચારનું રેકેટ

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભ્રષ્ટાચારનું રેકેટ ચાલે છે. કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોના જીવ લેવાયા છતાંય સરકારને શરમ આવતી નથી. દર્દીઓને હોસ્પિટલ લાવવામાં આવે , તેમને 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવે છે. ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવી જોઈએ અને તેની CBI તપાસ પણ થવી જોઈએ.

હથકડી પહેરી કર્યો હતો વિરોધ

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ બુધવારે (19 ફેબ્રુઆરી) ગાંધીનગરમાં વિધાનસભાની બહાર દેખાવ કર્યો હતો. વિધાનસભામાં અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસ ધારાસભ્યોએ કાળા રંગના પોસ્ટર પહેરી તેમાં વિવિધ નારા લખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સિવાય તેઓએ પોતાના હાથે હથકડી બાંધી હતી અને ડિપોર્ટેશન વખતે ભારતીયોને બાંધવામાં આવેલી હથકડીનો વિરોધ કર્યો હતો

આ સમાચાર શેર કરો