VIDEO: દેશમાં તમામ સંસ્થાઓ માટે ભારતીય માનક સમયનો ઉપયોગ આગામી માર્ચથી ફરજિયાત, નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ થશે
કેન્દ્ર સરકારે કાનૂની મેટ્ર

કેન્દ્ર સરકારે કાનૂની મેટ્રોલોજી નિયમ 2026 ની જાહેરાત કરી છે, જે મુજબ આગામી માર્ચથી દેશની તમામ સંસ્થાઓએ કાનૂની, વાણિજ્યિક, ડિજિટલ અને વહીવટી હેતુઓ માટે ભારતીય માનક સમય એટલે ઈન્ડિયન સ્ટાનર્ડડ ટાઈમનોનો ઉપયોગ કરવો અનિવાર્ય બનશે.... ગેઝેટમાં પ્રકાશિત થયાના ૧૮૦ દિવસ બાદ અમલી બનનારા આ નિયમો અંતર્ગત તમામ સત્તાવાર દસ્તાવેજ, કરાર, પરિવહન અને નાણાકીય કામગીરીઓમાં IST જ માનક સમય રહેશે. જોકે વૈજ્ઞાનિક સંશોધન, નેવિગેશન અથવા વિદેશી સમય ઝોન દર્શાવવા માટે વિશેષ અપવાદો રખાયા છે, પરંતુ આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.




