VIDEO: દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: ઈથેનોલ ઉત્પાદનને કારણે અછત હોવાના આક્ષેપો પાયાવિહોણા
દેશમાં ખાંડના ભાવવધારા વચ્ચે ગુજરાત સ્ટેટ

દેશમાં ખાંડના ભાવવધારા વચ્ચે ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનના ચેરમેન ઈશ્વર પટેલે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારવામાં આવી રહ્યા છે. નેશનલ સુગર ફેડરેશનના વાઇસ ચેરમેન કેતન પટેલે જણાવ્યું કે ઇથેનોલના કારણે ખાંડનું ઉત્પાદન ઘટવાના આક્ષેપો પાયાવિહોણા છે. દેશમાં વાર્ષિક ૨૬૭ લાખ મેટ્રિક ટન વપરાશ સામે ૩૨૦ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું છે, જે દર્શાવે છે કે પુરવઠો જરૂરિયાત કરતાં વધુ છે. એકલા ગુજરાતની ફેક્ટરીઓમાં ૧૮ લાખ ક્વિન્ટલથી વધુનો સ્ટોક પ્રાપ્ય છે, જે આગામી ૫ થી ૬ મહિના માટે પૂરતો છે. આગામી ૧૫ ઓક્ટોબરથી નવી પિલાણ સીઝન શરૂ થતાં ખાંડનો નવો પુરવઠો પણ બજારમાં આવશે.




