Dwarka News: કલ્યાણપુરના ગુરગઢમાં લગ્નના 6 વર્ષ પહેલાનો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો, 5 લોકો સામે ગુન્હો નોંધાયો
દ્વારકાના કલ્યાણપુરના ગુરગઢ ગામમાં 6 વર્ષ પહેલા લગ્ન પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વ
દ્વારકાના કલ્યાણપુરના ગુરગઢ ગામમાં 6 વર્ષ પહેલા લગ્ન પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવો કેટલાક શખ્સોને ભારે પડ્યો છે. આ લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરતો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થતા 5 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
લગ્નના 6 વર્ષ પહેલા ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ કરવો ભારે પડ્યો
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામમાં 6 વર્ષ પહેલા લગ્ન પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 2019ના વાયરલ થયેલા આ વીડિયોમાં ગ્રામજનો લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.
વાયરલ વીડિયોમાં પાક રક્ષણ માટે મળેલ હથિયાર વડે 5 જેટલા લોકો ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. હથિયારો સાથેનો વીડિયો વાયરલ કરી સમાજમાં ખૌફ જમાવવો ભારે પડ્યો છે.
વીડિયોની હકીકત તપાસી દ્વારકા SOG દ્વારા 5 લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








