Video: ગિરનારની આરોહણ અને અવરોહણના સ્પર્ધકો નશો કરી સ્પર્ધામાં ભાગ લે છે, યુવતીની ધારાસભ્યને રજૂઆત
ગિરનારની આરોહણ અને અવરોહણ સ્પર્ધક યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે. કેટલાક સ્
ગિરનારની આરોહણ અને અવરોહણ સ્પર્ધક યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે. કેટલાક સ્પર્ધકો અવ્વલ નંબર મેળવવા માટે નશાકારક પદાર્થોનું સેવન કરીને સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. યુવતીએ ધારાસભ્યને રજૂઆત કરી હતી, જેના પગલે ધારાસભ્ય સહિત સંબંધિત તંત્રએ આગામી વર્ષે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે.
40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ
ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ગિરનારમાં 40મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યુવાઓના જોમ અને જુસ્સાને પડકારતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પ્રથમ ભાઈઓ તથા બીજા ચરણમાં બહેનોએ દોટ મુકી હતી.
14થી 35 વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા
રાજ્યક્ષાના મંત્રી, સામાજિક આગેવાનો, વ્યાયામ શિક્ષકો સહિતના મહાનુભવોના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો. 14થી 35 વર્ષ સુધીની ઉંમરના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ભાઈઓએ 5500 પગથિયાં- અંબાજી મંદિર સુધી 120 મિનિટ અને બહેનોએ 2200 પગથિયાં-માળી પરબ સુધી 75 મિનિટમાં સ્પર્ધા પૂર્ણ કરવાની છે.
સ્પર્ધાનું મહત્વ
આ સ્પર્ધા માત્ર શારીરિક શક્તિની જ નહીં, પણ માનસિક મક્કમતાની પણ કસોટી છે. વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ગિરનારના પથરાળ રસ્તાઓ અને સીધા ચઢાણને કારણે તેને ભારતની સૌથી મુશ્કેલ દોડ સ્પર્ધાઓમાંની એક માનવામાં આવે છે.








