VIDEO: કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹900નો વધારો, મોંઘવારીના મારમાં નાના વેપારીઓની કમર તૂટી
કોમર્શિયલ ગેસના ભાવમાં ૯૦૦નો તોતિંગ વધારો થતા સામાન્ય જનતા અને નાના વેપારીઓ
કોમર્શિયલ ગેસના ભાવમાં ૯૦૦નો તોતિંગ વધારો થતા સામાન્ય જનતા અને નાના વેપારીઓ ચિંતિત બન્યા છે. ખાસ કરીને નાની હોટલ, ભોજનાલય અને લારી ચલાવનારાઓની સ્થિતિ કફોડી બની છે. ગેસની અછત અને મોંઘવારી વચ્ચે પીસાતા વેપારીઓ હવે સરકારને ભાવ ઘટાડવા અપીલ કરી રહ્યા છે. ખર્ચ ઘટાડવા અને જૂના ગ્રાહકોને સાચવવા માટે અનેક ભોજનાલયો હવે ગેસ સિલિન્ડરના બદલે કોલસાની સગડીનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે.



