VIDEO/ ભરૂચ કલેક્ટર ડો. નવનાથ ઘવાણેએ અંકલેશ્વર DMPCમાં આધુનિક ફાયર સાધનોનું કર્યું નિરીક્ષણ
ભરૂચ જિલ્લા કલેક્ટર ડો નવનાથ ઘવાણેએ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત DMPC ફાયર સ્ટેશનની મુલાકાત લઈ ઔદ્ય
ભરૂચ જિલ્લા કલેક્ટર ડો નવનાથ ઘવાણેએ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત DMPC ફાયર સ્ટેશનની મુલાકાત લઈ ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના ઉદ્યોગોમાં આગ જેવી આકસ્મિક દુર્ઘટનાઓને પહોંચી વળવા માટે ઉપલબ્ધ આધુનિક ફાયર ફાઇટિંગ સાધનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરે ટેક્નોલોજી આધારિત સંસાધનો વિકસાવવા પર ભાર મૂકતા ખાતરી આપી હતી કે ઔદ્યોગિક સલામતી માટે સરકાર દ્વારા પૂરતી સહાય પૂરી પાડવામાં આવશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી બી.એ. જાડેજા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારો અને DMPCના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


