મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: 6 મહિનામાં PoK ભારતનો ભાગ હશે, CM યોગી આદિત્યનાથનું મોટું નિવેદન

લોકસભા ચૂંટણી માટે પાંચમાં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત

લોકસભા ચૂંટણી માટે પાંચમાં તબક્કાનું મતદાન 20મી મેના રોજ યોજાશે. ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શનિવારે મહારાષ્ટ્રમાં પ્રચાર કર્યો હતો. આ દરમિયાન પાલઘરમાં રેલીને સંબોધિત કરતી વખતે તેમણે PoKને લઈને મોટો દાવો કર્યો હતો. 

પાલઘર લોકસભા વિસ્તારમાં આયોજિત જનસભામાં મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા જે હિંદવી સ્વરાજની સ્થાપના કરાઈ હતી. પીએમ મોદીના નેતૃત્વમાં હવે તે બનીને રહેશે, કોઈ માઈનો લાલ તેને રોકી નહીં શકે. પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા દો, આગામી 6 મહિનામાં PoK પણ ભારતનો ભાગ હશે.'

મોદીજી 25 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવ્યા : યોગી

આ દરમિયાન મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 'જે લોકો કહે છે કે પીએમ મોદીએ શું કર્યું છે! તેમને સૌથી પહેલા જવાબ આપજો કે- મોદીજી 25 કરોડ લોકોને ગરીબીથી બહાર લાવ્યા છે. આ નવું ભારત છે. આ કોંગ્રેસ, મહાત્મા ગાંધી વાળી કોંગ્રેસ નથી, જેમને સરદાર પટેલ અને લોકમાન્ય તિલકે નેતૃત્વ આપ્યું હતું. આ કોંગ્રેસ, સોનિયા-કોંગ્રેસ છે. રાહુલ-કોંગ્રેસ છે.'

હવે અમે કૃષ્ણને રાહ નહીં જોવડાવીએ...

ઉત્તર મધ્ય મુંબઈથી ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમના સમર્થનમાં જનસભા કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, 'હવે કૃષ્ણને રાહ નહીં જોવડાવીએ, હવે અમે અયોધ્યાથી મથુરા તરફ જઈશું. જે ઉત્સાહ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે એજ ઉત્સાહ મહારાષ્ટ્ર મુંબઈમાં જોવા મળી રહ્યો છે.'

આ સમાચાર શેર કરો