મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રીઢા ગુનેગારનું ગેરકાયદે દબાણ દૂર કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ, આરોપીના પરિજનોની કરાઇ અટકાયત

ભાવનગરમાં રીઢા ગુનેગારનું ગેરકાયદેસર દબાણ દૂર કરવા જતાં સગાઓ દ્વારા વહીવટી

સોર્સ: GSTV

ભાવનગરમાં રીઢા ગુનેગારનું ગેરકાયદેસર દબાણ દૂર કરવા જતાં સગાઓ દ્વારા વહીવટી તંત્ર અને પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવતા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરીને દબાણો દૂર કર્યા હતા. 

 માતા સહિત પરીવારના સભ્યો દ્વારા કામગીરી અટકાવાઈ

ભાવનગર પોલીસ અને તંત્ર દ્વારા રીઢા ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે ટીવી રિલે કેન્દ્ર નજીક રીઢા ગુનેગાર ધવલ મકવાણાના ગેરકાયદે દબાણો દૂર કરવા જતાં તેના માતા સહિતના પરીવારના સભ્યો દ્વારા કામગીરી અટકાવવા જતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જો કે પોલીસ દ્વારા તેઓની અટકાયત કરીને દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો