VIDEO / ક્રિસ માર્ટિન પણ છે જસપ્રીત બુમરાહનો ફેન, કોન્સર્ટમાં બોલરનું નામ લઈ કહી આ વાત
કોલ્ડપ્લેના લોકપ્રિય સિંગર ક્રિસ માર્ટિને 18 જાન્યુઆરીના રોજ મુંબઈમાં તેના કોન્સર્ટ દરમિયાન એક અનોખી

કોલ્ડપ્લેના લોકપ્રિય સિંગર ક્રિસ માર્ટિને 18 જાન્યુઆરીના રોજ મુંબઈમાં તેના કોન્સર્ટ દરમિયાન એક અનોખી ક્ષણ શેર કરી. આ દરમિયાન તેણે ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું નામ લીધું, જેના કારણે કોન્સર્ટમાં હાજર ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા. જ્યારે માર્ટિન પોતાનું પ્રખ્યાત ગીત 'અ સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ' રજૂ કરી રહ્યો હતો, ત્યારે તેણે માઈક ઉપાડ્યું અને કહ્યું કે શો વહેલો સમાપ્ત કરવો પડશે કારણ કે બુમરાહ બેકસ્ટેજ પર આવીને તેની સાથે ક્રિકેટ રમવા માંગતો હતો.
આ પણ વાંચો: ખો-ખો વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ભારતની પુરૂષ અને મહિલા ટીમ, ચેમ્પિયન બનવાથી એક મેચ દૂર
ક્રિસ માર્ટિને મજાકમાં કહ્યું, "આપણે શો સમાપ્ત કરવો પડશે કારણ કે જસપ્રીત બુમરાહ બેકસ્ટેજ પર આવીને ક્રિકેટ રમવા માંગે છે. તે મને બોલિંગ કરવા માંગે છે." આ સાંભળીને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા અને તાળીઓના ગડગડાટથી વાતાવરણ વધુ રોમાંચક બની ગયું. કેટલાક ફેન્સે તો એવું પણ વિચાર્યું હતું કે બુમરાહ સ્ટેજ પર આવી શકે છે, પરંતુ એવું બન્યું નહીં.
ક્રિસ માર્ટિનના અવાજે મુંબઈના આ અદ્ભુત કોન્સર્ટમાં વધુ ઉત્સાહ ઉમેર્યો. આ પ્રસંગે માર્ટિને હિન્દીમાં ફેન્સનો આભાર માન્યો. તેણે પોસ્ટર પર લખેલું 'જય શ્રી રામ' પણ વાંચ્યું અને દર્શકોને તેનો અર્થ પૂછ્યો, જેનો ફેન્સે જવાબ આપ્યો.
જોકે, આ કોલ્ડપ્લે કોન્સર્ટમાં જસપ્રીત બુમરાહ હાજર નહતો. તમને જણાવી દઈએ કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 32 વિકેટ લેનાર બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની બોલિંગનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત અને રવિન્દ્ર જાડેજા.








