ખો-ખો વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ભારતની પુરૂષ અને મહિલા ટીમ, ચેમ્પિયન બનવાથી એક મેચ દૂર
શનિવારે ભારતીય પુરૂષ અને મહિલા ખો-ખો ટીમોએ પ્રથમ ખો-ખો વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

શનિવારે ભારતીય પુરૂષ અને મહિલા ખો-ખો ટીમોએ પ્રથમ ખો-ખો વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાને 66-16થી હરાવ્યું, જ્યારે પુરૂષોની ટીમે 62-42થી સાઉથ આફ્રિકા સામે જીત મેળવી. મહિલા ટીમે એટેક અને ડિફેન્સ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું અને નેપાળ સામે રોમાંચક ફાઈનલ માટે ક્વોલિફાય થઈ.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2017થી આટલી બદલાઈ ગઈ ટીમ ઈન્ડિયા, પહેલી વખત ટૂર્નામેન્ટ રમશે આ ખેલાડીઓ
મહિલા ટીમની શાનદાર શરૂઆત ચૈથરા બીની ડ્રીમ રન સાથે થઈ, જેણે પહેલા જ ટર્નમાં 5 પોઈન્ટ બનાવ્યા. સાઉથ આફ્રિકાની સિનેથેમ્બા મોસિયા સામે તે બહાર થઈ ગઈ હોવા છતાં, ભારત 33-10થી આગળ હતું. રેશ્માએ બીજા ટર્નમાં મહત્ત્વપૂર્ણ પોઈન્ટ બનાવ્યા, જ્યારે વૈષ્ણવી પોવાર અને અન્ય ખેલાડીઓએ ત્રીજા ટર્નમાં સાઉથ આફ્રિકા પર દબાણ જાળવી રાખ્યું, જેનાથી સ્કોર 38-16 સુધી પહોંચી ગયો. સાઉથ આફ્રિકાનો ચોથા ટર્નમાં સંઘર્ષ ચાલુ રહ્યો અને ભારતે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું.
ભારતીય પુરૂષ ટીમ ફાઈનલમાં
પુરૂષોની ટીમની સેમીફાઈનલ રોમાંચક હતી. સાઉથ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી પરંતુ ભારતીય ટીમ બીજા ટર્નમાં વાપસી કરી હતી. નિખિલ બી અને આદિત્ય ગણપુલેએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેના કારણ ભારતીય ટીમે સ્કોર 24-20 સુધી પહોંચાડ્યો. સાઉથ આફ્રિકાએ ત્રીજા ટર્નમાં ભારતને થોડી મુશ્કેલીમાં મુક્યું પરંતુ રામજી કશ્યપ અને અન્યોએ લીડ ઘટાડી દીધી. ભારતે ચોથા ટર્નમાં શાનદાર પ્રદર્શન કર્યું, આકાશ કુમાર અને મેહુલની વ્યૂહાત્મક ચાલથી ભારત જીત્યું અને ફાઈનલમાં પહોંચ્યું.
આ ટીમ ફાઈનલમાં હશે
આ મુકાબલાથી ભારતીય ટીમોની વ્યૂહાત્મક વિચારસરણી, કૌશલ્ય અને ટીમવર્ક હાઈલાઈટ થયા, અને હવે તેઓ ફાઈનલમાં જીત માટે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય પુરૂષ ટીમ અને મહિલા ટીમ પોતાની અંતિમ મેચ નેપાળ સામે રમશે. નેપાળની પુરૂષ અને મહિલા ટીમોએ પણ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ફાઈનલ મેચ 19 જાન્યુઆરીના રોજ સાંજે રમાશે. ફેન્સ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.






