VIDEO: ચોટીલા-હબિયાસર બ્રિજ તૂટ્યાના LIVE દ્રશ્યો, ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કેમેરામાં કેદ
રાજ્યમાં વધુ એક બ્રિજ વરસાદમાં તૂટ્યો છે. છેલ્લા બે દિવસમાં જ રાજ્યમાં ત્રણથી વધુ બ્રિજ તૂટ્યા છે. ચોટીલા-હબિયાસર જતો પુલ તૂટી પડ્યો
રાજ્યમાં વધુ એક બ્રિજ વરસાદમાં તૂટ્યો છે. છેલ્લા બે દિવસમાં જ રાજ્યમાં ત્રણથી વધુ બ્રિજ તૂટ્યા છે. ચોટીલા-હબિયાસર જતો પુલ તૂટી પડ્યો છે. પુલ તૂટ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. મહત્ત્વપૂર્ણ છે કે ચાર વર્ષ પહેલા જ આ બ્રિજને બનાવવામાં આવ્યો હતો.
ચોટીલા-હબિયાસર જતો બ્રિજ તૂટ્યો
પ્રથમ વખત મોરસલ ડેમ ઓવલફ્લો થયો હતો અને પાણીના પ્રથમ પ્રવાહમાં જ ચોટીલા-હબિયાસર જતો પુલ ધબોનારાયણ થયો હતો. પુલના બાંધકામમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો. પુલના પીલરમાં તિરાડો પડી ગઇ હતી.






