મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કેવી રીતે ભણશે ગુજરાત? અહિં ધોરણ 1થી 5ના બાળકો એક જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામે ધોરણ 1 થી 5 ની શાળા 35 થી વધુ બાળકો એકજ ઓ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામે ધોરણ 1 થી 5 ની શાળા 35 થી વધુ બાળકો એકજ ઓરડામાં બેસે છે. શાળા માં એકજ શિક્ષક હોવાથી શિક્ષકે ખુદ કબુલ્યું બાળકો નું શિક્ષણ કાચું રહી જાય છે જયારે બદલી ના કેમ્પોમાં ગાઇડલાઇન જાહેર કરાતી નથી તેના ઉપર પણ સવાલો શિક્ષકે ઉઠાવ્યા છે. શાળાના ત્રણ ઓરડા જર્જરિત છે. ઓટલાના પતરા ઉડી ગયા છે. શાળામાં એક ઓરડામાં બાળકોને બેસાડવામાં આવે છે તેમાં પણ પાણીપડે છે શાળા ના ઓરડા જલ્દી મંજુર કરવા જોઈએ આદિવાસી બાળકો ભયના ઓથારે શિક્ષણ મેળવી રહ્યા છે. 

આ પણ વાંચોઃ સુરતમાં લૂંટના મુદ્દામાલની ભાગબટાઈમાં બે ભાઈઓએ કરી હત્યા, ચાંદીની લકી ન આપતા લીધો જીવ

શિક્ષકોની નિમણૂંક નહી

ધોરણ 1થી 5ની શાળામાં 2નું મહેકમ છે. બે વર્ષથી એક જ શિક્ષક શાળામાં ફરજ બજાવે છે. તેનાથી આદિવાસી બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. રાજ્ય સરકાર આદિવાસી જિલ્લાઓમાં વર્ષોથી શિક્ષકોની નિમણુંક ન કરીને આદિવાસી બાળકોને શિક્ષણથી વંચિત રાખવાનો અભિગમ હોય તેવું લાગી રહ્યું છે. 

વિદ્યાર્થીઓના શિક્ષણની હાલત કફોડી

સરકાર આદિવાસીઓની ચિંતા કરતી હોવાથી વાતો કરે છે. પરંતુ, આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ દયનિય છે. શિક્ષકોની ઘટના કારણે બાળકો અભ્યાસમાં કાચા રહી જાય છે. તેની જવાબદારી કોની આદિવાસી વિસ્તારમાં વિકાસની વાતો કરતી સરકાર શાળાના ઓરડા સમયસર ન બનાવ્યા અને આજે નાના ભૂલકાઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. વિકાસની ગુલબાંગો પોકારતી સરકારના અધિકારીઓ છોટાઉદેપુર જિલ્લામાં આવીને શાળાઓની સ્થિતિ જોવે તો સાચી હકીકતો બહાર આવે તેમ છે. 

આ સમાચાર શેર કરો