મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જવી જોઈએ : મુખ્યમંત્રીનું સૂચક નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે આણંદ જિલ્લાના સારસાની મુલાકાતે હતા. સારસા ગામમાં યોજાયેલા જનસંવાદ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે આણંદ જિલ્લાના સારસાની મુલાકાતે હતા. સારસા ગામમાં યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, 'અમે હવે અહીંથી કલેક્ટર કચેરીએ જવાના છીએ. બધી જ કીટલીઓ હવે શાંત થઇ જવી જોઈએ.'

સાંસદની ભત્રીજીએ કામ ન થતા હોવાની રજૂઆત CM સમક્ષ કરી 

સારસા ગામની મુલાકાતે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ દરમિયાન સાંસદ મિતેષ પટેલના ભત્રીજી જ્યોતિબેન પટેલે અધિકારીની આડોડાઈનો કડવો અનુભવ રજૂ કર્યો  હતો. તેમણે જનતાના કામ ન થતા હોવાની વાત જણાવી કહ્યું હતુ કે, ચા કરતા કીટલીઓ ગરમ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, લોકો અમારી પાસે કામ લઈને આવે છે પરંતુ જો અમારૂ જ કઈ ન ચાલતુ હોય તો અમે શું કરીએ તેવો સવાલ કરીને તેમણે મુખ્યમંત્રી સામે રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ સહિતના નેતાઓ રહ્યા હતા હાજર 

આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, પદાધિકારીઓ, સરપંચ કિરીટભાઈ પટેલ, કલેકટર પ્રવીણ ચૌધરી, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અધિકારીઓને સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે  ભુલ સ્વીકારી છે. તેમણે કહ્યું કે આટલું બધું  કરીએ છીએ છતાં આપણી ભૂલ થાય છે. સૌથી પહેલી પ્રાયોરિટી માણસનો જીવ હોવો જોઈએ. આ માટે અધિકારી હોય કે પદાધિકારી,  જવાબદાર પક્ષે  સમાધાન ન થવું  જોઈએ.

આ સમાચાર શેર કરો