મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નેશનલ હાઈ વે પર ટેન્કર પલટ્યું, કેમિકલ લીકેજ થતા હાઈ વે બંધ કરવાની પડી ફરજ

નેશનલ હાઇવે નંબર 48 ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. નેશનલ હાઈવે 48 પર સાવા પાટીયા એક કેમિકલ ભરેલ

નેશનલ હાઇવે નંબર 48 ઉપર કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. નેશનલ હાઈવે 48 પર સાવા પાટીયા એક કેમિકલ ભરેલ ટેન્કર બાઇક ચાલકને બચાવવા જતા પલટી મારી ગયું હતું. એનિલીની નામનું કેમિકલ ટેન્કરમાં ભરેલ હતું. ટેન્કર પલટી મારતા કેમિકલ રોડ પર ધોરાયું હતું અને કેમિકલ ની તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. કેમિકલ ભરેલ ટેન્કર માંથી કેમિકલ લીકેજ થતાં નેશનલ હાઇવે નંબર 48 બંધ કરવામાં આવ્યો હતો. કોસંબા પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી. ક્રેઇન દ્વારા ટેન્કરને સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો

આ સમાચાર શેર કરો