મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોડીનારમાં 22 મહિલાઓને કેમિકલ અસર, ઉલ્ટી- શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ

સૂત્રાપાડા - કોડીનાર હાઇવે પર આવેલ સાઇ સાગર મચ્છીના દંગામા કામ કરનાર 22 મહીલાઓને ઝેરી કેમિકલની અસર જોવા મળી છ

કોડીનારમાં 22 મહિલાઓને કેમિકલ અસર, ઉલ્ટી- શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ

સૂત્રાપાડા - કોડીનાર હાઇવે પર આવેલ સાઇ સાગર મચ્છીના દંગામા કામ કરનાર 22 મહીલાઓને ઝેરી કેમિકલની અસર જોવા મળી છે. તમામ મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ પડવા સાથે ઉલટીની અસર થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે દંગાના માલિક અને વેપારી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

જણાવી દઈએ કે, ગીરસોમનાથ જીલ્લાના સૂત્રાપાડા - કોડીનાર હાઇવે પર આવેલ સાઇ સાગર નામના મચ્છીના દંગામા સાફ સફાઇ માટે વપરાતા કેમિકલથી 22 જેટલી મહીલાઓ ને ઉલ્ટી અને શ્ર્વાસ લેવામા તકલીફ પડતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવારમા ખસેડેલ ત્યારે આ બાબતે પોલીસે દંગાના માલીક દક્ષેસ સોલંકી અને વેરાવળ જીઆઇડીસીના વેપારી પ્રકાશ મેઘાણીની અટકાયત કરી છે. આ ઉપરાંત આ વેપારીની હંસ કેમિકલ નામની દુકાને રેડ કરતાં ત્યાંથી 400 લીટર શંકાસ્પદ કેમિકલ મળી આવતા ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો