મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: UPI પર ચાર્જ લાગશે તો સુરત ટેક્સટાઈલ માર્કેટના વેપાર પર પડશે માઠી અસર

UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ કરવાના નિર્ણય સામે સુરતના વેપારીઓની ગંભીર પ્રતિક્રિયા

તસવીર: gstv

UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ કરવાના નિર્ણય સામે સુરતના વેપારીઓની ગંભીર પ્રતિક્રિયા સામે આવી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં દેશભરમાંથી ગ્રાહકો ખરીદી માટે આવે છે. જો 10,000 કે 15,000 જેવી મોટી ખરીદી પર ઓનલાઈન ચાર્જ વસૂલવામાં આવશે, તો તેનો સીધો બોજ વેપાર પર પડશે. વેપારીઓનું કહેવું છે કે જો UPI પર ચાર્જ લાગશે તો બજારમાં મોંઘવારી વધશે અને નાના વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડશે. આથી સરકારે જમીની સ્તર પર સ્થિતિ સમજીને નિર્ણય લેવો જોઈએ. વેપારીઓની માંગ છે કે આ નિર્ણય પર સરકારે તાકીદે પુનર્વિચારણા કરવી જોઈએ જેથી કાપડ ઉદ્યોગ બચી શકે.

આ સમાચાર શેર કરો