VIDEO: મોરબીમાં ફરી ચક્કાજામ: પ્રાથમિક સુવિધાઓ માટે લોકો રસ્તા પર, ચક્કાજામના દ્રશ્યો સર્જાયા
મોરબીના રણછોડનગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ફરી એક વખત ચક્કાજામના દૃશ્યો

મોરબીના રણછોડનગરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે ફરી એક વખત ચક્કાજામના દૃશ્યો સર્જાયા. વરસાદમાં પાણી ભરાતાં રોડ-રસ્તાની હાલત કફોડી બની હતી. છેલ્લા ઘણા સમયથી સુવિધાઓથી વંચિત રહેલા નાગરિકોએ વારંવાર રજૂઆત કરી હતી. મહાનગરપાલિકાના કોર્પોરેટરે કામ ન થવાના કારણે થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું હતું. પક્ષે તેમને સમજાવી સુવિધાઓ આપવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી કામ ન થતાં કોર્પોરેટર સહિત લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.




