VIDEO: વડોદરાના વડસરમાં ચડ્ડી-બંડી ગેંગ સક્રિય થતા રહીશોમાં ભારે ફફડાટ, તસ્કરો CCTVમાં કેદ
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં ફરી એકવાર ચડ્ડી-બંડી ગેંગ સક્રિય થતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગ
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં ફરી એકવાર ચડ્ડી-બંડી ગેંગ સક્રિય થતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગત મોડી રાત્રે વડસરના વિસ્ટેરીયા બંગલોઝમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
સીસીટીવી ફૂટેજમાં ગેંગના સાગરીતો હાથમાં ઘાતક હથિયારો સાથે સોસાયટીમાં ફરતા સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. શહેરના સીમાડે આવેલી સોસાયટીઓને નિશાન બનાવતી આ ગેંગના કારણે લોકોમાં ભયનો માહોલ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.







