VIDEO: પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીતની કમલમ ખાતે ઉજવણી, જાણો CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપે ઉજવણી કરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતની ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપે ઉજવણી કરી હતી. ભાજપના નેતાઓએ એકબીજાને રસગુલ્લા ખવડાવી ચૂંટણીમાં ભવ્ય વિજયની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ રાજ્યોના પરિણામોને આવકારતા આ જીતને વિકસિત ભારત તરફનું ડગલું અને કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ ગણાવી વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
જ્યારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ બંગાળના વિજયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, ત્યાંની જનતાને હવે જંગલરાજમાંથી મુક્તિ મળશે અને સ્થાનિક સ્તરે જ રોજગાર પ્રાપ્ત થશે. તો પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે પણ આ જીતને પૂર્વથી પશ્ચિમ સુધી ભાજપનો ઉદય ગણાવી, બંગાળની મહિલાઓ અને જનતાએ મોદીજી પર વરસાવેલા આશીર્વાદને વિજયનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.




