મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્પામાં મારામારીની ઘટનાના CCTV વાયરલ: હથિયારધારી શખ્સોને પકડવા પોલીસની તપાસ શરૂ

રાજકોટના પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલી જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસેના 'વર્લ્ડ સ

તસવીર: gstv

રાજકોટના પોશ ગણાતા કાલાવડ રોડ પર આવેલી જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસેના 'વર્લ્ડ સ્પા'માં મારામારી અને દાદાગીરીનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક શખ્સો હાથમાં ખુલ્લાં શસ્ત્રો લઈને સ્પામાં ધસી આવ્યા હતા અને તોડફોડ તથા મારામારી કરી ધાકધમકી આપી હતી. આ ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. હથિયારધારી અસામાજિક તત્વોની દાદાગીરીથી સ્પામાં હાજર લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ છતી કરી તેમને દબોચી લેવા માટે ચક્રગતિમાન કર્યા છે.

આ સમાચાર શેર કરો