VIDEO: અમદાવાદમાં સ્પામાં હત્યાની ઘટનામાં 4 ઝડપાયા, મુખ્ય આરોપી ફરાર
નરોડાના હંસપુરા સર્કલ નજીક વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિશ સ્પામાં હત્યાની ઘટ

નરોડાના હંસપુરા સર્કલ નજીક વિશાલા એમ્પાયર બિલ્ડિંગમાં આવેલી ક્રિશ સ્પામાં હત્યાની ઘટના બની છે. પાંચ શખ્સોએ સ્પામાં ઘુસી સ્પામાં કામ કરતા દશરથ નામના પર જીવલેણ હુમલો કર્યો. હુમલા બાદ દશરથને બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા ઘટનાસ્થળે મોત થયું હતુ. આ મામલે વિશાલ બરોડ, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત, કરણ કેશાજી અને કિશન ચુનારાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી પરેશ વિશ્વકર્મા હજુ ફરાર છે. પ્રાથમિક તપાસમાં નાના વિવાદ બાદ હત્યાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું. આ ઘટના પહેલાં વિશાલ તેની ગર્લફ્રેન્ડ વૈષ્ણવી અને ખુશ્બુ સાથે સ્પામાં ગયો હતો. વૈષ્ણવી-ખુશ્બુ અને દશરથ-જનકભાઈ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે બાદ આ કાવતરું ઘડાયું હતુ.




