Video-સુરતમાં ટ્રકને ઓવરટેક કરવાં જતાં જિંદગીની સ્પીડ કપાઈ, અરેરાટીભર્યા અકસ્માતના CCTV આવ્યા સામે
સુરતમાં સ્પીડમાં બાઈક સહિતના વાહનો ચલાવવાના ક્રેઝના કારણે અકસ્માતના બનાવોમાં અનેક જિંદગી હોમાઈ રહી છે. ત્યારે પુણ

સુરતમાં સ્પીડમાં બાઈક સહિતના વાહનો ચલાવવાના ક્રેઝના કારણે અકસ્માતના બનાવોમાં અનેક જિંદગી હોમાઈ રહી છે. ત્યારે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ પર અરેરાટીભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુણા પાટિયા પાસે ગંગા હોટલની સામે માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું.બાઇક ચાલક દ્વારા ખોટી રીતે ટ્રકને ઓવરટેક કરવાને કારણે અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી ટ્રકને ઓવરટેક કરવા જતાં કારણે બાઇક સ્લીપ થઇ ગયું હતું. જેથી બાઈક પર સવાર બે વ્યક્તિ નીચે પટકાઈ ગઈ હતી. જેમાં ટ્રકના પાછળનું વ્હિલ ફરી વળતાં પ્રહલાદસિંહ સોલંકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાઓ થતાં 108ના કર્મચારીએ અન્યને હોસ્પિટલ લઈ ગયાં હતાં. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




