Vadodaraમાં મિલ્કતનાં વિવાદમાં નણંદ-ભાભી વચ્ચે મારામારીનાં સીસીટીવી વાયરલ
સંસ્કારી નગરી તરીકે જાણીતા શહેર એવા વડોદરામા

સંસ્કારી નગરી તરીકે જાણીતા શહેર એવા વડોદરામાં માત્ર સંપત્તિના વિવાદમાં સંબંધોમાં કેવા વળાંક આવે છે તે જોવા મળ્યું. મિલકત વિવાદમાં નણંદ અને ભોજાઈ બાખડી પડયા હતા. આટલું ઓછું હોય તેમ નણંદ-ભાભી વચ્ચે મારામારીના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા હતા. જેથી આ ઘટનાને લઈ શહેરમાં ચર્ચા થવા લાગી હતી.
વડોદરા શહેરમાં આવેલા નવાયાર્ડ વિસ્તારની બરોડા રોઝીઝ નર્સરીની કરોડોની સંપત્તિના વિવાદમાં નણંદ અને જેઠાણીએ મળીને દેરાણીને માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યા હતા. જેથી ઈજાગ્રસ્ત દેરાણી નિશી વર્માને તાબડતોબ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ત્યારબાદ આ મિલકતનો સમગ્ર વિવાદ ફતેગંજ પોલીસ મથકે પહોંચ્યો હતો.




