VIDEO: બંદૂક સાથે વીડિયો વાયરલ થવાનો મામલો, સાંસદ જશુ રાઠવા સહિત ત્રણ સામે ગુનો દાખલ
છોટાઉદેપુરમાં સોશિયલ મીડિયા પર બંદૂક સાથે વીડિયો વાયરલ થવાના મામ

છોટાઉદેપુરમાં સોશિયલ મીડિયા પર બંદૂક સાથે વીડિયો વાયરલ થવાના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર અને તાલુકા પંચાયતના પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ એક વિજય સરઘસ જેવો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન સાંસદ જશુ રાઠવા, તેમના પુત્ર સંગ્રામસિંહ રાઠવા અને નવનિયુક્ત તાલુકા પ્રમુખ રમેશ રાઠવા હાથમાં બંદૂક સાથે જોવા મળ્યા હતા અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.



