મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodara: નારેશ્વર દિવાબેટ જવાના રોડ પર નર્મદાના પાણી ફરી વળતા ફસાઈ કાર

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરજણના નારેશ્વર દિવાબેટ જવાના રોડ પર નર્મદા નદી ના પાણી ફરી વળ્યા

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા કરજણના નારેશ્વર દિવાબેટ જવાના રોડ પર નર્મદા નદી ના પાણી ફરી વળ્યાં હતા. નર્મદા ડેમ માંથી તબક્કા વાર નર્મદા નદીમાં પાણી છોડાતા  નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ હતી.  જેથી કરજણ તાલુકાના નારેશ્વર ધામ નજીક આવેલ દીવાબેટ રસ્તા પર નર્મદાનું પાણી ફરી વળ્યું છે. જે બાદ એક કાર ચાલક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની કાર ફસાઈ ગઈ હતી. કાર પાણીના વહેણમાં ફસાતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને  ટ્રેક્ટર ની મદદ લઇ દોરડું બાંધી કાર બહાર કાઢવામાં આવી હતી.  આ ઘટનાનો વીડિયો બાદમાં વાઈરલ થયો હતો.  કાર બહાર કાઢ્યા બાદ સ્થાનિકો તેમજ કાર ચાલકે રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનામાકોઈ જાનહાનિ થઈ નથી.

આ સમાચાર શેર કરો