VIDEO: બાવળા હાઈવે પર કાર પાણી ભરેલા ખાડામાં ખાબકી, 2ના મોત 2 ઈજાગ્રસ્ત
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બગોદરા-બાવળા હાઈવે પર કારે પલ
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બગોદરા-બાવળા હાઈવે પર કારે પલ્ટી મારી હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત અને બે ઈજાગ્રસ્ત થયા હતા. કારમાં કુલ 4 લોકો સવાર હતા.
આ દુર્ઘટના રામનગર ગામના પાટીયા પાસે થઈ હતી
આ દુર્ઘટના રામનગર ગામના પાટીયા પાસે થઈ હતી. કારનું ટાયર ફાટતા કાર ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, ત્યારબાદ કાર પાણી ભરેલા ખાડામાં પડી હતી. કારમાં સવાર લોકો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. તમામ લોકો ચોટીલા પૂનમ ભરવા ગયા હતા અને પરત ફરતા બાવળા પાસે અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જાહેરાત







