VIDEO: વલસાડમાં કાર ચાલક બાઈક સવારને ટક્કર મારી ફરાર, યુવાનનું સારવાર દરમ્યાન મોત
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં સામે આવી છે. વલસાડના પારડીના કલસર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી.પૂરપાટ દોડતી કારે
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટનામાં સામે આવી છે. વલસાડના પારડીના કલસર નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી.પૂરપાટ દોડતી કારે બાઈક સવાર યુવાનને ટક્કર મારી હતી.
કારની ટક્કરથી યુવાનને ગંભીર ઈજા પહોંચી
કારની ટક્કરથી યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું..અકસ્માત બાદ કાર-ચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ
ધરમપુરના ઓઝરપાડાના વિપુલ પટેલ નામના યુવાનનું આ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી.પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે ફરાર આરોપીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે.






