VIDEO: સુરતમાં માનવતા મરી પરવારી! કાર ચાલકે દર્દી સાથેની 108 એમ્બ્યુલન્સને ન આપ્યો રસ્તો
લોકોને ઝડપથી સારવાર મળી રહે તેટલા માટે સરકારે 108 સેવા શરૂ કરી છે. પણ કેટલાક લોકોના કારણે 108 દર્દીને હોસ્પિટલ
લોકોને ઝડપથી સારવાર મળી રહે તેટલા માટે સરકારે 108 સેવા શરૂ કરી છે. પણ કેટલાક લોકોના કારણે 108 દર્દીને હોસ્પિટલ પહોંચવામાં મોડી પહોંચતી હોય છે. સુરતમાં એક કાર ચાલકે 108ને સાઈડ ન આપી અને તેના કારણે દર્દી હોસ્પિટલે મોડો પહોંચ્યો હતો. સાડા ત્રણ કિમી સુધી 108 એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં આવ્યો ન હતો. 15થી 20 મિનિટમાં જે અંતર સરળતાથી કપાઈ તેમાં 108ને 38 મિનિટ સમય લાગ્યો હતો. વરાછાના વિશાલ નગરમાં 70 વર્ષના વૃદ્ધાને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. 108 તેમને લઈને હોસ્પિટલ જઈ રહી હતી. 108ને સહારા દરવાજા પાસે આ કાર ચાલકે પરેશાન કરી હતી. કાર ચાલકે 108ને સાઈડ જ ન આપી ત્યારે લોકોએ કહ્યું કે માનવતા મરી પરવારી છે કે શું..



