VIDEO: ઉટી પાસે નેશનલ હાઈવે પર કારમાં લાગી આગ, 5 મુસાફરોનો આબાદ બચાવ

તમિલનાડુના પ્રખ્યાત હિલ સ્ટેશન ઊટી પાસેના કુન્નૂર-મેટ્ટુપાલયમ નેશનલ હાઈવે પર આજે

તમિલનાડુના પ્રખ્યાત હિલ સ્ટેશન ઊટી પાસેના કુન્નૂર-મેટ્ટુપાલયમ નેશનલ હાઈવે પર આજે એક ભયાનક દુર્ઘટના ટળી હતી. હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર સળગીને ખાખ થઈ ગઈ હતીસદનસીબે, કારમાં સવાર 5 મુસાફરો આગ વધુ પ્રસરે તે પહેલાં સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.

ઘટનાને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ એન્જિનમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત