મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO : તમિલનાડુના હોસુર પાસે કાર અને બસ ટકરાયા, 3 લોકોના ઘટનાસ્થળે મોત

તમિલનાડુના હોસુર પાસે સાનમાવુ નજીક એક કાર અને ઓમ્ની બસ વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ

તસવીર: gstv

તમિલનાડુના હોસુર પાસે સાનમાવુ નજીક એક કાર અને ઓમ્ની બસ વચ્ચે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે કારમાં સવાર મુસાફરો મતદાન કરવા માટે જઈ રહ્યા હતા. મતદાન જેવા લોકશાહીના પર્વમાં સહભાગી થવા ઉત્સાહભેર નીકળેલા આ લોકોની સફર માર્ગમાં જ લોહિયાળ અંતમાં પરિણમી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કુરચો બોલી ગયો હતો અને તેમાં સવાર ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો