VIDEO : કાંડ અને કૌભાંડ ભાજપ સરકારની ઓળખ, સરકારના આશીર્વાદથી ભુપેન્દ્રસિંહ ઝાલાએ લોકોને લૂંટ્યા?
BZ group scam : BZ ગ્રુપ કરોડોના કૌભાંડ મામલે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ એ સરકાર પર આકરા પ્રહા

BZ group scam : BZ ગ્રુપ કરોડોના કૌભાંડ મામલે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ એ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ સાથે પણ ભુપેન્દ્ર ઝાલાના ફોટા છે. ભુપેન્દ્ર ઝાલાએ ભાજપનું પ્રાથમિક સભ્ય પદ મેળવ્યું હતું. ભુપેન્દ્રસિંહ ઝાલાના એજ્યુકેશન કેમ્પસ અને ભાજપની સાઠગાંઠ પણ જોવા મળી છે. એજ્યુકેશન કેમ્પસમાં સી આર પાટીલ અને રજની પટેલ સહિત મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
ભુપેન્દ્રસિંહ ઝાલાના સાઠગાંઠ ધરાવતા લોકોની કોલ ડીટેલ અને તમામ સામે તપાસ કરવી જોઈએ, તેવી કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસની માંગ છે કે આ મામલામાં દાખલા સ્વરૂપ કાર્યવાહી થવી જોઈએ. રાજકીય રક્ષણ આપનારા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.




