મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખોખરા જાડેજા કોર્નર પાસે પાણીમાં બસ ફસાઈ, ફાયર બ્રિગેડે 55 મુસાફરોનું કર્યું સફળ રેસ્ક્યુ

અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભ

તસવીર: JATIN BAROT GSTV NEWS

અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. આ દરમિયાન ખોખરા વિસ્તારના જાડેજા કોર્નર પાસે એક બસ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં મણિનગર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પાણીના ભરાવા વચ્ચે બસમાં સવાર અંદાજિત 55 મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કામગીરી દરમિયાન મુસાફરોને કોઈ ઈજા ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવી હતી.

ફાયર વિભાગની સમયસર કામગીરી અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. તંત્ર દ્વારા લોકોને જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો