મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરતમાં BRTSના ડ્રાઈવરની બેદરકારી, પેસેન્જરનો પગ દરવાજામાં ફસાવા છતાં 15 મિનિટ બસ ચલાવી

સુરતમાં BRTS બસમાં ડ્રાઈવર સતત ચર્ચામાં અને વિવાદમાં રહેતા હોય છે. ત્યારે ગોડાદરા

સુરતમાં BRTS બસમાં ડ્રાઈવર સતત ચર્ચામાં અને વિવાદમાં રહેતા હોય છે. ત્યારે ગોડાદરાના મંગલ પાંડે બીઆરટીએસ પાસે બસ ડ્રાઈવરએ તો હદ કરી નાંખી હતી. એક મુસાફર બીઆરટીએસ બસમાં જતા તેનો પગ દરવાજામાં ફસાઈ ગયો હતો. બસ ડ્રાઈવરે આ ઘટનાને ગંભીરતાથી ન લઈને બસનો દરવાજો બંધ કર્યા બાદ ખોલ્યો જ નહોતો. મુસાફર કણસતો ઉભો રહ્યો હતો. અંદાજે 15 મિનિટ સુધી એ જ હાલતમાં ગાડી હંકારી હતી. પરંતુ બસ ઉભી રાખીને દરવાજો ખોલવાની તસ્દી લીધી નહોતી. બસ ડ્રાઇવરની આ ગંભીર બેદરકારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. બીઆરટીએસ બસ નંબર (gj05 cu 8120)માં આ ઘટના બની હતી. ત્યારે સ્થાનિકોએ ડ્રાઈવર સામે પગલાં લેવા માગ કરી છે.

આ પણ વાંચોઃ પ્રયાગરાજના કુંભમેળા માટે ગુજરાતમાંથી દોડશે સ્પેશિયલ ટ્રેન, થર્ટી ફર્સ્ટથી શરૂ થશે બૂકીંગ

આ સમાચાર શેર કરો