VIDEO: કંડલા પોર્ટ નજીક ચાલ્યું બુલડોઝર, તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા
હવે ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. કચ્છાં કંડલા પોર્ટ પાસે બુ
હવે ગુજરાતમાં પણ કેટલીક જગ્યાએ બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. કચ્છાં કંડલા પોર્ટ પાસે બુલડોઝર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કડક પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવતા સમયે લોકોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.
દેશના સૌથી મોટા પોર્ટ નજીક દબાણ દૂર કરાયું
દેશના સૌથી મોટા પોર્ટ કંડલા પોર્ટ નજીક ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.લોકો સાથે કોઇ ઘર્ષણ ના થાય તે માટે પોલીસને સાથે રાખીને તંત્ર દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
કંડલા પોર્ટ નજીક ગેરકાયદેસર રીતે જે બાંધકામ ઉભુ કરવામાં આવ્યું હતું તેના પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે અને જમીનને ખુલ્લી કરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ સાથે કેટલાક લોકોનું ઘર્ષણ પણ થયું હતું.
કચ્છના પોલીસ વડા સાગર બાગમારના જણાવ્યા અનુસાર, કંડલા પોર્ટ વિસ્તારમાં ઘણા સમયથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિઓ ગુનાહિત પ્રવૃતિ થતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટીએ કચ્છ પોલીસ દ્વારા પ્લાનિંગ કરીને કંડલા પોર્ટ વિસ્તાર નજીક ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી.'








