VIDEO: વલસાડના ઉમરસાડીમાં બ્રિજનો પિલર ધરાશાઈ, વઘુ એક બ્રિજના કામમાં પોલંપોલ
વલસાડ જિલ્લાના પારડીના ઉમરસાડી માછીવાડ ગામે દરિયાકાંઠે 8 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજનો એક પિલર ધ
વલસાડ જિલ્લાના પારડીના ઉમરસાડી માછીવાડ ગામે દરિયાકાંઠે 8 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલા બ્રિજનો એક પિલર ધરાશાઈ થતા દોડધામ મચી છે. આ ઘટનાની જાણ થતા જ લઈને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.
પારડીના ઉમરસાડી માછીવાડ ગામે દરિયાકાંઠે પર્યટકોને આકર્ષવા અને ટુરિસ્ટ પોઈન્ટ વિકસાવવા અમદાવાદના અટલ બ્રિજની તર્જ પર 8 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવા સરકારે મંજૂરી આપી હતી. એજન્સી મારફતે દરિયાકાંઠે બ્રિજ (વોકવે) નિમાર્ણની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ કામગીરી 50 ટકા પૂર્ણ કરાયા બાદ યેનકેન કારણોસર બંધ થઈ ગઈ હતી.
અધિકારીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
આ ઘટનાને પગલે અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં અધિકારી દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. દરિયાઈ ધોવાણ અને ભારે વરસાદને કારણે ઘટના બની હોવાનું અનુમાન લગાવાયું છે. તંત્ર દ્વારા આ ઘટના કેવી રીતે બની તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે. આ ઉપરાંત બેદરકારી કે હલકી ગુણવત્તાના મટરિયલનો ઉપયોગ કરવાને કારણે બની હોય તો જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવે તે જરૂરી બન્યું છે.






