મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર, બોલેરો કાર તણાતા કરાયું રેસ્ક્યુઃ મૃતદેહો બહાર કઢાયા

અમરેલીના બાબરા પંથકમાં વરસાદ ખાબક્યો હતો. બાબરા પંથકમાં બે કલાકમાં ગામડાંઓમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ત

અમરેલીના બાબરા પંથકમાં વરસાદ ખાબક્યો હતો. બાબરા પંથકમાં બે કલાકમાં ગામડાંઓમાં બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબકતા ત્રબોડા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું. અમરેલીના બાબરાના ત્રબોડા ગામે નદીમાં રવિવારે બોલેરો કાર તણાઈ હતી. જે બાદ ગામના લોકો દ્વારા તંત્રને અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા ત્રણથી ચાર કલાકનું રેસ્ક્યુ કરી મૃતદેહોને કાઢવામા આવ્યા હતા.

આ સમાચાર શેર કરો